રસ્તા પર ઉભેલા 13 લોકોને એક ઝડપી કારે કચડી નાખ્યા, 5 લોકોના કરુણ મૃત્યુ…જુઓ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 11:55 am, Wed, 5 October 22

અકસ્માતની ઘટનાઓ દેશમાં દિવસેને દિવસે વધી રહે છે. અત્યાર સુધીમાં તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સ સાથે એક ઝડપી કાર અથડાઈ હતી.

જેના કારણે એક ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં 5 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 8થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના મોડી રાત્રે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ રોડ ઉપર પેલા અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સ લેવા માટે આવી હતી. ત્યારે એમ્બ્યુલન્સ રસધાની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. આ દરમિયાન પાછળથી પુરપાડ ઝડપે આવતી એક કારે એમ્બ્યુલન્સની જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એમ્બ્યુલન્સ સહિત 5 વાહનો એકબીજા સાથે અથડાયા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે. તેમાં તમે જોઈ શકો છો કે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સને એક ઝડપી કાર જોરદાર ટક્કર લગાવે છે.  મળતી માહિતી અનુસાર રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ એક અકસ્માતની ઘટના બની હતી. કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મદદ માટે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત મદદ માટે અન્ય બે કાર પણ ત્યાં ઉભી હતી. મળતી માહિતી અનુસાર કુલ 13 જેટલા લોકો ત્યાં ઉભા હતા. ત્યારે પાછળથી આવતી એક કારે ત્યાં ઉભેલા તમામ લોકોને કચડી નાખ્યા હતા.

આ ઘટનામાં 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 5 લોકોના હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને મૃત્યુના સમાચાર તેમના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર ઉભેલા 13 લોકોને એક ઝડપી કારે કચડી નાખ્યા, 5 લોકોના કરુણ મૃત્યુ…જુઓ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*