ગુજરાતમાં કોરોના ની બીજી લહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા તે માટે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોના ના કેસ ઓછા થઈ રહ્યા છે. તેથી સરકાર લોકોને ધીમે ધીમે રાહત આપી રહી છે.
ગુજરાતમાં રાત્રી કર્ફ્યુના સમયમાં હવે ઘટાડો થઈ શકે શક્યતા છે. ગુજરાત રાજ્યમાં હાલમાં રાત્રે કર્ફ્યુનો સમય 9 વાગ્યા સુધીનો છે તે સમયમાં 10 વાગ્યા સુધી ની છૂટછાટ મળી શકે તેવી શક્યતા છે.
આ ઉપરાંત દુકાનદારોને દુકાન ખુલ્લી રાખવા માટે 8 વાગ્યા સુધી ની મંજુરી મળી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં મલ્ટિપ્લેક્સ ખોલવા અંગે પણ ચર્ચા થશે તેવી શક્યતાઓ છે.
અત્યારે દુકાનદારોને 7 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી છે. રાજ્યમાં આ નિયંત્રણની મુદત 26 જૂનના રોજ પૂર્ણ થઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે.
રાજ્યમાં કોરોના કેસ ઘટતા જ જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત રાજ્યોમાં પ્રતિબંધ ઉપરથી ધીમે ધીમે રાહત મળે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 કેસ નોંધાયા છે.
ઉપરાંત રાજ્યમાં કોરોના માંથી રિકવરી મળતા લોકોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના થી કુલ 10037 લોકોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment