ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને ગઈકાલે કેબિનેટ બેઠકમાં રેસ્ટોરન્ટ અને જીમ ને 11 જૂન થી 07:00 સુધી ખુલ્લું રાખવાની છૂટ આપી દીધી છે તેવામાં રાજ્ય સરકારે કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને મંદિરો બંધ કરી દીધા હતા.
આવું ગઈકાલે કેબિનેટ બેઠકમાં ધાર્મિક સ્થળો જનતા માટે ખુલ્લા મુકી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત મંદિરમાં એક સાથે 50 ભક્તો જ જઈ શકશે. રાજ્ય સરકારે તમામ ધાર્મિક સ્થળો 11 જૂનના રોજ થી ખુલ્લા મુકવાની મંજૂરી આપી છે.
આ ઉપરાંત ગુજરાતના અંબાજી મંદિર 12 જૂનથી ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત મંદિર સવારના 7.30 થી 10.45 સુધી મંદિર ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારબાદ સાંજે 7 થી 9 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. અને તમામ મંદિરોમાં ભોજન શાળાઓ બંધ રાખવામાં આવશે.
તમામ મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા પરંતુ ભક્તોને કોરોના ની તમામ ગાઈડલાયન્સ નું પાલન કરવું પડશે. ગુજરાત રાજ્યમાં અંબાજી મંદિર ઉપરાંત ગુજરાતનું પ્રસિદ્ધ મંદિર સાળંગપુર અને પાવાગઢ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે 11 જુને ખોલી દેવામાં આવશે.
સાળંગપુર મંદિરમાં કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને ખોલવામાં આવશે. પાવાગઢ મંદિર સવારના 06:00 થી 07: 30 સુધી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સોમનાથ મંદિર પણ 11 જૂન ના રોજ ખોલી દેવામાં આવશે.
સોમનાથ મંદિર સવારના 7.30 થી રાત્રે 8 વાગ્યા સુધી ભક્તો માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત મંદિરમાં સવાર, બપોર, સાંજ ની આરતી ભક્તો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. મંદિરની મુલાકાત માટે ભક્તો ને ઓનલાઈન કે ઓફલાઈન પાસ મેળવવાના રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment