વરરાજાને ચાલતી કારમાં ઊભા રહીને સેલ્ફી લેવી ભારે પડી ગઈ…! પોલીસે વરરાજાના ઘરે આટલા લાખ રૂપિયાનું ચલણ મોકલી આપ્યું – જુઓ વિડિયો

હાલમાં સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકો ફેમસ થવા માટે કઈ પણ કરી બેસે છે. પરંતુ અમુક વખત સોશિયલ મીડિયામાં ફેમસ થવું તે લોકોને ભારે પડી જાય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વરરાજાને ચાલુ કારમાં ઊભા રહીને સેલ્ફી લેવી ભારે પડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં આ ઘટના બની હતી. કેટલાક યુવકો નેશનલ હાઈવે 58 પર લક્ઝરી કાર પર સ્ટંટ કરતા સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક લોકો ચાલતી કારમાં બારી અને સનરૂફ માંથી બહાર નીકળીને સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે.

એટલું જ નહીં પરંતુ રસ્તાની વચ્ચોવચ કાર ઉભી રાખી એક વરરાજા સેલ્ફી લેતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર અંકિતકુમાર નામના યુવકે 12 જૂનના રોજ આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ માં મુક્યો હતો.

આ વીડિયો વાયરલ થતાં જ મુઝફ્ફરનગરનાં એસએસપી અભિષેક યાદવ પણ આ વાયરલ વિડીયોની નોંધ લીધી હતી. ત્યારબાદ તેમને ટ્રાફિક પોલીસને આ ઘટનાને લઇને કાર્યવાહી કરવાનું કહ્યું હતું. ટ્રાફિક પોલીસે 9 વાહનોના નંબર ટ્રેસ કરીને તેમના ઘરે 2 લાખ 2 હજાર રૂપિયાનો ચલણ મોકલ્યો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મુઝફ્ફરનગર પોલીસે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં આ વીડિયો શેર કર્યો હતો. વિડિયો શેર કરીને મુઝફ્ફરનગર પોલીસે જણાવ્યું હતું કે, હાઈવે પર સ્ટંટ કરનાર વાહનચાલકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જેના પગલે 9 વાહનોને 2 લાખ 2 હજાર રૂપિયાના ચલણમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. પોલીસના આ કાર્યની લોકો ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*