ભારતમાં કોરોના વેકસીનેશનને વધારો આપવા માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને કોરોના ની બીજી લહેર માં કોરોના કેસમાં વિસ્ફોટ જોવા મળ્યો છે.
કોરોના ની પહેલી અને બીજી લહેર માં એક મોટો તફાવત છે.કે આ વખતે દેશ પાસે કોરોના વાયરસ ની વેક્સિન છે.ભારતમાં કોરોના રસી લેવા માટે લોકોને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ત્યારે વેક્સિન ને વધારો આપવા માટે સરકાર વેક્સિન લેનારાઓને ઉપહાર આપવા જઈ રહી છે.રસીકરણ ની સાથે સરકારે એક સ્પર્ધા શરૂ કરી છે.
જેના માધ્યમ થી ડોઝ લેનારા લોકોને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઘરમાંથી કોઈ રસ લીધી હોય અથવા પોતે રસી લીધો હોય.
તેવા વ્યક્તિએ ઓનલાઇન જ એન્ટ્રી મોકલવાની રહેશે.જો એન્ટ્રીમાં પસંદગી થઈ જાય તો સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે Mygov વેબસાઇટ પર જવાનું રહેશે.
અને તેમાં માંગવામાં આવેલ માહિતી ભરવાની રહેશે,સરકાર દ્વારા જે એન્ટ્રી બધાથી બેસ્ટ હશે તો તેની પંસદગી કરવામાં આવશે અને તેમણે 5000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment