મહત્વના સમાચાર : ગુજરાતમાં 3-4 દિવસ ના કરફ્યુ ને લઈને જાણો મુખ્યમંત્રી રૂપાણી શું આપ્યો જવાબ.

168

કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જ્યાં તેઓએ હાઇકોર્ટના વીકેન્ડ કરફ્યુ ના નિર્દેશોને લઈને પણ જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે કોરોના નો કહેર વધ્યો છે અને ગુજરાત રાજ્યમાં સંક્રમણ પણ વધ્યો છે.મુખ્યમંત્રી રૂપાણી વધુમાં જણાવ્યું કે, હાઇકોર્ટના નિર્દેશ અંગે ચર્ચા થઈ છે.

અને આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે વાતચીત થઈ છે. આજે રાત્રે વકીલ તરફથી હાઇકોર્ટના નિર્દેશ મામલે સમગ્ર રિપોર્ટ મળશે ત્યારબાદ કોર ગ્રુપ આ મામલે ચર્ચા કરશે.

આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વધુ ડિટેલ નથી મારી પાસે લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઈ પીછે હથ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે જે રીતે દેશભરમાં કોરોના નું વાતાવરણ છે તે જોતા લાગે છે કે હજુ પણ કેસ વધશે.

તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ દરરોજ ચાર લાખથી વધુ નું વેક્સિનેશન કરી રહ્યા છીએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!