કોરોનાવાયરસ ના બેફામ કેસોને રોકવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે ગઈકાલથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.ઓસ્ટ્રેલિયામાં મહત્તમ 20 દિવસ સુધી લોકડાઉન ચાલશે. જો કે દસ દિવસ પછી તેની સમીક્ષા કરવામાં આવશે અને આગળના દસ દિવસ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ સમય દરમિયાન લોકોને બિનજરૂરી રીતે બહાર જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ સમય દરમિયાન દેશભરની તમામ રેસ્ટોરન્ટ અને મોટાભાગની દુકાનો પણ બંધ રહેશે. અહીંની તમામ મોટી ઇવેન્ટ પણ રદ્દ કરવામાં આવશે.
જોકે શાળાઓ અને ડે-કેર સેન્ટર ખુલ્લા રહેશે પરંતુ માતા-પિતાને બાળકોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે.ઓસ્ટ્રેલિયામાં લોકડાઉન ના પ્રતિબંધો 13 ડિસેમ્બર હટાવી શકાય છે પરંતુ જેને રસી લીધી નથી તેમના માટે પ્રતિબંધ યથાવત ચાલુ રહી શકે.
ગઈકાલે મધ્ય વીયેનાના બજારોમાં ક્રિસમસ ની ખરીદી કરવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. આ દ્રશ્ય ખૂબ જ ભયાનક હતો કારણ કે ના તો અહીં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહ્યું હતું ના તો સેનીટાઈઝર અથવા માસ્ક ની વ્યવસ્થા દેખાઈ રહી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment