કોરોના અંગે થયેલી સુઓ મોટો અરજીના મામલે ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશો આપ્યા બાદ રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. રાજ્ય સરકારે કોરોના અંગે એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આપને જણાવી દઇએ કે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં 82 પેજ નું સોગંદનામું રજૂ કર્યું છે.
સોગંદનામામાં સરકાર કોરોના ની સ્થિતિને પહોંચી વળવા સક્ષમ હોવાનો ઉલ્લેખ કર્યો છે.ગુજરાત સરકારે ઓનલાઇન સોગંદનામુ કોર્ટમાં ફાઈલ કરતા જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને પહોંચી વળવા અને સક્ષમ છીએ.
અને રાજ્યમાં જિલ્લાસ્તરે RTPCR ટેસ્ટ માટે 98 કોવીડ ટેસ્ટીંગ લેબોરેટરી કાર્યરત છે. જેમાં 998 પૈકી 27 લેબ સરકારી અને 55 પ્રાઇવેટ લેબોરેટરી છે.
સોગંદનામામાં વધુ જણાવ્યું છે કે, વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારમાં પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને અમદાવાદ GMDC ગ્રાઉન્ડ માં ડ્રાઇવ થું ટેસ્ટિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનો.
ઉલ્લેખ સરકારે પોતાના સોગંદનામામાં કર્યો છે. તેમાં બેથી ત્રણ હજાર ટેસ્ટ થતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે.
તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment