મહામારી ને નાથવા માટે સમગ્ર વિશ્વ ના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના ની વેક્સિન અંગે અલગ અલગ સ્તરે શોધ કરી રહ્યા છે. હવે દેશના દરેક લોકોના મનમાં સવાલ છે કે કોરોનાની વેક્સિન હવે ક્યારે આવશે? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એ આ પ્રશ્ર્ન નો જવાબ શુક્રવારે આપી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રી ના જણાવ્યા મુજબ કોરોના ની પહેલી વેક્સિન આ વર્ષ ના અંત માં આવી જશે.
ભારત સરકારના મંત્રી ડો. હર્ષવર્ધન નું કહેવું છે કે જયારે વેક્સિન યોગ્ય રીતે તૈયાર થઈ જશે, ત્યારે સૌથી પહેલાં 65 વર્ષ થી વધારે વય ના લોકો ને આપવામાં આવશે. આની સાથે જ ડૉ. હર્ષવર્ધને કહ્યું કે,જે સ્વાસ્થ્ય કર્મીઓ જે ખાસ કરીને કોરોના મહામારીમાં કામે લાગ્યા છે, તેમને આ વેક્સિન ની પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે સાથે ઉપલબ્ધ ડોઝ ને લઈને ખાસ ડ્રાઇવ પર વિકસિત કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એક મીડિયા એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે આઇસીએઆર દ્વારા સમર્થિત covid-19 વેક્સિન ટેસ્ટિંગ માટે સિરમ ઈનસ્તીટ્યુત ઓફ ઇન્ડિયા ની સાથે વાતચીત ચાલે છે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને આઈસીએ આર, ઓકસફોર્ડ અને અન્ય બે વેક્સિન ના ટેસ્ટિંગ કરાયા છે. એકવાર જ્યારે તબક્કો 1અને 2નું પરિણામ આવી જશે તો રોલાઉત કરવાની યોજના અંગે વિસ્તૃત રીતે ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વ કોરોના ની વેક્સિન ને લઈને ઝડપથી કામ કરી રહ્યું છે.
Be the first to comment