ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ કાબુ બહાર જતું રહ્યું છે. વધતા સંક્રમણના કારણે યુપીની સ્વાસ્થ્ય વ્યવસ્થા એકદમ ભાંગી પડી છે. ખરાબ સ્વાસ્થ્ય સુવિધાથી નારાજ થયેલા ગાઝીયાબાદમાં એક હોસ્પિટલની બહાર ઊભેલા વ્યક્તિએ પોતાનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે.
હું ખુદ ભાજપના કાર્યકર્તા છું પણ આજે મને ભાજપના કાર્યકર્તા હોવાનું કહેવામાં પણ શરમ આવે છે.ભોંયતળિયે ગયેલી સ્વાસ્થ્ય સિસ્ટમથી પરેશાન થયેલા ગાઝિયાબાદમાં હોસ્પિટલની બહાર ઊભા રહેલા.
અરુણ ગોયલ નામના વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું. તંત્ર ગમે તેટલા દાવા કરે અને દરેક જગ્યાએ મેડિકલ એડ મળી રહે છે.દરેક જગ્યાએ સુવિધા મળી રહી છે તો આવું તો ક્યાંય નથી બધું જ ફેલ થઈ ગયું છે.
આગળ પણ આ વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બધું તેમને પૂછો જેની સાથે આ બધું વીતી રહ્યું છે. જો તમારી પહોંચ છે તો તમારા માટે આ બધી સુવિધા છે, નહિતર કાઇ હાથમાં નહિ આવે.
અરુણ ગોયલ નામના શખ્સે એવું પણ કહ્યું હતું કે, કોરોના ને લઈને મુખ્યમંત્રી યોગી જે દાવા કરી રહ્યા છે તે બધા ખોખલા થઈ ચૂક્યા છે. સરકાર એકદમ ફેલ ગઈ છે અમે ભાજપને એટલા માટે મતો નહોતા આપ્યા કે.
તે અમારું લોહી પિશે.હું ખુદ ભાજપના કાર્યકર્તા છું પણ આજે મને શરમ આવે છે કે,હું એક ભાજપનો કાર્યકર્તા છું. આ વ્યક્તિએ ગુસ્સો થતાં કહ્યું હતું કે, આજ પછી હું ક્યારેય નરેન્દ્ર મોદી ને સપોર્ટ નહિ કરું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment