ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને તેમાં રાહત આપવા માટે હાઈ કોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં પણ સરકાર હજી સુધી કોઇ નિર્ણય લઈ શકતી નથી. આજરોજ ગૃહમાં આ વિષય ઉપર ચર્ચા થવાની હતી જોકે સમયનો અભાવ નું બહાનું કરી ને સરકાર દ્વારા આ વાતને ટાળવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરુવારે સાંજે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, શાળાઓના ફીમાં ઘટાડો કરવાની બાબતને ટૂંકી સમયગાળાની મુદતમાં પ્રશ્ન ગૃહમાં નિયમ અનુસાર પ્રશ્નકાળ વિધિ પૂરી થઈ જતા અધ્યક્ષ ની સૂચના અનુસાર ચર્ચામાં લઈ શકાયો નથી.આ મુદ્દે વિપક્ષી ધારાસભ્ય જણાવ્યું હતું કે,ખાનગી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવાની બાબતે ટૂંકી મુદત નો પ્રશ્ન ગૃહમાં ચર્ચા માટે મુકાયો હતો.
જોકે સાંજે શિક્ષણ મંત્રી અધ્યક્ષનું નામ ધરીને નિવેદન આપ્યું હતું કે,ટૂંકી મુદતના પ્રશ્ન માટેની નિયમાનુસાર પૂર્ણ થઈ ગયો હોવાથી અધ્યક્ષ ની સુચના મુજબ આ પ્રશ્ન ચર્ચામાં લઈ શકાયો નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે,વાસ્તવિકતામાં સરકારી નથી કે આ મુદ્દે કોઈ પણ નિર્ણય લે કારણ કે ખાનગી શાળાઓનો દર સરકારને દર વખતે સતાવે છે.સરકારઆ મુદ્દે નિર્ણય હાઇકોર્ટ પર જોવા માટેનો પ્રયાસ કરી જોયો હતો પરંતુ તેમાં નહિ ફાવતા હવે સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે.
ખાનગીશાળાના વિદ્યાર્થીઓની ફી માફી અંગે નિર્ણય લેવાની વાત આવી તો વિજય રૂપાણી સરકારે ગૃહમાં ચર્ચા મા લેવાની વાત કરી હતી. જ્યારે સાંજે શિક્ષણ મંત્રી ફરીથી એ જ વાતને જાળી રાખે છે કે,શાળા સંચાલકો તથા વાલીઓ બંનેનું એક જ સચવાય અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો યોગ્ય પાલન થાય તે માટે રાજ્ય સરકાર આગામી દિવસોમાં નિર્ણય જાહેર કરવાનો પ્રયાસ કરશે.
હેતુથી વેલી તકે રાજ્ય સરકાર આ બંને પક્ષકારો સાથે બેસીને ગુજરાત હાઇકોર્ટના સુચવ્યા મુજબનાં માર્ગે યોગ્ય નિર્ણય કરવા પ્રતિબદ્ધ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment