કોરોના મહામારી ના કારણે લોકોના વેપાર ઠંડા પડી ગયા છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે લોકોને આર્થિક સંકટમાં મૂક્યા છે. હાલના સમયમાં સામાન્ય લોકોને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ એલપીજી સિલિન્ડર ના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.
જો તમે ગેસ સિલિન્ડર સસ્તા ભાવે ખરીદવા માંગતા હોય તો તમારી માટે ખૂબ જ સારો મોકો છે. હાલમાં ગેસ સિલિન્ડર 900 ની આસપાસ મળી રહ્યો છે કારણકે મહામારી દરમિયાન સરકારે સબસીડી બંધ કરી દીધી હતી.જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સરકાર ટૂંક સમયમાં LPG સિલિન્ડર પર સબસીડી ફરીથી આપવાની શરૂ કરશે તેવા અહેવાલો મળે છે. મળતી માહિતી મુજબ આ અંગે નો એક પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે ઝારખંડ,મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં LPG પર સબસીડી આપવામાં આવી રહી છે.હવે જો નાણા મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી આપે છે
તો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયાની સબસિડી આપશે જેના કારણે તમને એલપીજીની કિંમત પર એટલું ડિસ્કાઉન્ટ મળશે.હવે તમારા ઘરે જે ગેસ સિલિન્ડર આવશે તેના માટે તમારે 587 રૂપિયા ચૂકવવા પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment