ટ્રક ચાલકની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ : ટ્રક રિવર્સ લેતા મોપેડ પર સવાર એક મહિલા નર્સનું થયું મૃત્યુ…

Published on: 10:21 am, Tue, 11 January 22

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે વલસાડના ચીખલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી નું અકસ્માત માં મુત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ગરવાડ ગામ રોડ પર રિવર્સ લઈ રહેલા ટ્રક ચાલકે મોપેડ પર સવાર નર્સને અડફેટમાં લીધી હતી.

આ ઘટનાના કારણે નર્સનો ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળે ટ્રક મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

મસ્તી માહિતી અનુસાર વલસાડ કાલાવડ ગામે ડુંગરિયા જલારામ ફળિયામાં રહેતી 51 વર્ષીય રેખાબેન સુરેશભાઈ પટેલનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર રેખાબેન વલસાડ નજીક ચીખલા PHC માં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર જ્યારે તેઓ રવિવારના રોજ પોતાની મોપેડ લઈને ચિખલા PHC માં ગયા હતા. અને તેઓ લગભગ 2:30 વાગ્યાની આસપાસ તેઓ ખેરગામ રોડ થઇને પોતાના ઘરે કલવાડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ખેરગામ રોડ પર બુલેટ ટ્રેન માર્ગનું કામ ચાલી રહ્યું હતું.

ત્યાં GJ 05 YY 6035 નંબરનો ટ્રક ચાલક નિરાંત લઈને નીકળવા માટે ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો. ત્યારે તે મોપેડ પર સવાર રેખાબેન અડફેટેમાં લે છે. આ ઘટનામાં ટ્રકનું પાછળનું ટાયર રેખાબેન પરથી પસાર થઈ જાય છે તેના કારણે રેખાબેન ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટના બનતા જ ટ્રક ચાલક ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને 108 ની ટીમ ને કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ટ્રક ચાલકની બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ : ટ્રક રિવર્સ લેતા મોપેડ પર સવાર એક મહિલા નર્સનું થયું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*