કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને આવ્યા સારા સમાચાર,2021 ના આ મહિનામાં…

જો બધું સારી રીતે પાર થયું તો ભારતમાં માર્ચ 2021 સુધીમાં કોરોના ની રસી મળી શકે છે. દુનિયામાં સૌથી મોટી રસી નિર્માતા કંપની શ્રીરામ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ આ વાત કરી હતી કે, દેશમાં ઓક્સફોર્ડ અસ્ટ્રાજેનેકાની કોરોના રસીનું ટ્રાયલ કરી રહી છે. એસઆઇટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો.સુરેશ જાધવે એ એક ન્યૂઝપેપર સાથે વાત કરતાં જણાવ્યું કે ભારતમાં માર્ચ 2021 સુધીમાં કોરોના ની રસી મળી શકે છે. તેમને કહ્યું કે રેગ્યુલેટર જલ્દી અપૂર્વ આપે કેમ કે અનેક નિર્માતા કામ કરી રહ્યા છે.

અને ભારતમાં રિસર્ચ બહુ ઝડપથી ચાલી રહ્યું છે. દેશમાં બે રસીઓ ફેઝ 3 માં છે. એફ ફેઝ 2 માં છે. અને બીજી રસીઓ ભારતમાં કામ કરી રહી છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ સાઇન્ટીસ્ટ ડૉ. સોમ્યા સ્વામીનાથ ના જણાવ્યા અનુસાર આવનારા વર્ષના બીજા ક્વાર્ટરમાં રસી તૈયાર થઈ જવી જોઈએ. કોઈપણ ટાયલમાં ઊતાર ચઢાવ આવતા હોય છે તેમને કહ્યું કે જાન્યુઆરી 2021 આપણે ફાઇનલ ટ્રાયલ ના પરિણામ જોઈ શકશો.

અને 2021 ના બીજા ક્વાર્ટરમાં SARS-CoV-2 ની રસી તૈયાર થઈ જવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર અત્યારથી રસીના સ્ટોરેજ અને સપ્લાય ની તૈયારી માં છે. ભારત સરકાર જલ્દી જ કેટલીક રસીને પરવાનગી આપી શકે છે.

અલગ-અલગ એજ ગૃપ ના હિસાબે રસી ની મંજૂરી મળી શકે છે. કેમકે એક રસી એક ખાસ ઉંમરના લોકો પર અસરકારક અને બીજા પર નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*