ખેડૂતો માટે વરસાદ ને લઈને આવ્યા સારા સમાચાર,આ જિલ્લામાં સૌથી વધુ…

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે. મળતા આંકડા મુજબ રાજ્યમાં મોસમનો 33 ટકા જ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં વરસાદ જોઈએ તો 12 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સીઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે.

વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે અને કચ્છમાં વરસાદનું પ્રમાણ 5.27 ટકા વરસાદ નોંધાયો છે. ગઇકાલની વાત કરે તો રાજ્યમાં 195 તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ગઈકાલે સૌથી વધુ વરસાદ આણંદના પેટલાદમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.

મળતા આંકડા અનુસાર રાજ્યમાં ગયા વર્ષે 26 જુલાઈ સુધી 13 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 36.66 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની તુલના જોઈએ તો આ વર્ષે વરસાદ નું પ્રમાણ સામાન્ય જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 20.23 એ જ સાથે સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં 35.19 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 5.27 ઈચ વરસાદ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઇંચ વરસાદ સાથે 28.16 ટકા, તેમજ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 30.56 ઈચ વરસાદ સાથે 30.08 ટકા અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો 8.77 ઈચ વરસાદ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.

તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ પડી શકે છે. તેમજ આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે.

ત્યારે આજે તાપી, ડાંગ, નર્મદા, દાદરાનગર હવેલી અને દીવ દમણમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર, ગીર સોમનાથ, ભાવનગર અને પોરબંદર સહિતના પંથકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*