ગરીબ પરિવારની મદદે પહોંચનાર ગુજરાત નો સાચો હીરો નીતિન જાની એટલે કે ખજૂર ભાઈ નું નામ પુરા સન્માન થી દરેક ગુજરાતીઓના મોઢા પર આવી ગયેલું છે. નીતિન જાની અત્યાર સુધી ઘણા લોકોની આર્થિક મદદ કરીને માનવતાનું સાચું અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પહેલા નીતિન જાની એ 161 જેટલા વાવાઝોડામાં પડી ગયેલા નવા ઘર બનાવ્યા હતા અને હાલમાં ફરી એવા લોકો જેમની આગળ પાછળ કોઈ નથી એવા 20 જેટલા વૃદ્ધો ને નવા ઘર બનાવી આપી ને સાચી સેવાનું કામ કરી રહ્યા છે.બહુ ઓછા લોકો હશે જે તેમના જીવનની અંગત વાતો વિષે જાણતા હશે. આજે અમે તમને ખજુરભાઈના જીવનની એવી વાતો જણાવવાના છીએ જે તમે ક્યારેય કોઇના મોઢે સાંભળી પણ નહિ હોય.
આપણે જણાવી દઈએ કે નીતિન જાની નું મૂળ વતન ભાવનગર જીલ્લો છે પણ તેમનો જન્મ સુરત જિલ્લામાં થયો છે. આપને જણાવી દઇએ કે તેમને પોતાનો અભ્યાસ પૂરો કરીને એક વર્ષ સુધી ખાનગી કંપનીમાં નોકરી કરી હતી. તેમને બાળપણથી જ ફિલ્મલાઈનમાં રસ હતો અને પોતાની નોકરી છોડી અને સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ બનાવી અને લોકોને હસાવવા કોમેડી વીડિયો બનાવવાનું શરુ કર્યું.
હાલમાં મળતી માહિતી મુજબ બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલા રિદ્ધિ સોસાયટીમાં ખજુરભાઈ નું એક મકાન આવેલું છે જ્યાં ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે નીતિન જાની ના મકાનમાંથી ટીવીની ચોરી થઈ છે. મળતી માહિતી મુજબ હાલમાં ખજૂર ભાઈ તેમના નવા ઘરે રહેવાથી આ જૂનું ઘર સાવ બંધ હતું
કેટલાય સમયથી બંધ હોવાથી બંધ ઘર નો ફાયદો ઉઠાવીને ચોરો દ્વારા ચોરી કરવામાં આવી છે. ઘરમાંથી પૈસા ગોતવા માટે ચોર દ્વારા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી અને તમામ વસ્તુઓ વિખેરી નાખવામાં આવી હતી છતાં ઘરમાંથી કોઈ મળ્યું ન હતું એટલે ચોરો દ્વારા ટીવીની ચોરી કરી લેવામાં આવી હતી. આ ઘટના સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ ખજૂર ભાઈ ને આ અંગે જાણ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment