રાધનપુરના સિનાડ નજીક કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત – એક વ્યક્તિનું મૃત્યુ…

Published on: 6:41 pm, Mon, 14 March 22

રાધનપુર તાલુકામાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પતિ માહિતી મુજબ બે બાળકો અને બે મહિલાઓ ઈજાગ્રસ્ત થયા છે. રધાનપુર તાલુકાના સીનાડ ગામ પાસે ગાડી પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે તેમને ત્યાંથી મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના બપોરના સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર પરિવાર બાળકોને થરા દવાખાને બતાવીને ગાડીમાં રાધનપુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ વચ્ચે ખાડો આવતા તેનાથી બચવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બે મહિલાઓ અને બે બાળક સહિત પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

માહિતી અનુસાર તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પરેશભાઈ રબારીનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અકસ્માતની ઘટનામાં નીતાબેન પરેશભાઈ રબારી, ઉષાબેન કમલેશભાઈ રબારી, 10 વર્ષીય વૈભવ પરેશભાઈ રબારી અને 7 મહિનાના બાબુ પરેશભાઈ રબારીને ઈજા પહોંચી હતી. પરેશભાઈ મહેસાણામાં સારવાર દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાધનપુરના સિનાડ નજીક કાર પલટી ખાઈ જતા સર્જાયો ગંભીર અકસ્માત – એક વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*