મહેસાણાના આ યુવકની સોનાની ચેન ખોવાઈ જતા રાખી માં મોગલની માનતા… પછી તો માતાજી એવો પરચો જો આપ્યો કે…

‘આપે તે આઇ અને માંગે તે બાઇ’ માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે કહેવાય છે કે માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ ભક્તોની મદદ માટે પરચા પુરે છે. આજ દિન સુધી માં મોગલ એ ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે અને ભક્તો પણ માં મોગલ પર એટલી જ આસ્થા અને શ્રદ્ધા રાખે છે.

ત્યારે મહેસાણામાં રહેતા ચંદુભાઈ માં મોગલ ના પરમ ભક્ત હતા અને તેઓ માં મોગલ ને ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાથી પૂજા અર્ચના કરતા હતા. એક દિવસ તેઓ આશરે 1 મહિના પહેલા એક લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે તેમની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી.જ્યારે જ્યારે માં મોગલ ને ભક્તો યાદ કરે છે ત્યારે માં મોગલ ભક્તોની મદદ માટે સાક્ષાત પરચા પુરે છે.

ત્યારે આ ચંદુભાઈએ તેની એક મહિના સુધી સોનાની ચેન શોધવા છતાં મળી નહીં ત્યારે તેમણે કચ્છમાં આવેલા કબરાઉ ધામ વાળી માં મોગલ ને પ્રાર્થના કરી કે જો તેની સોનાની ચેન મળી જશે તો તે દર્શન કરવા જશે. અત્યારે કહેવાય છે ને કે માં મોગલ ના નામ લેવા માત્રથી જ ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવી જ રીતે આ ચંદુભાઈએ માં મોગલનું નામ લેવા માત્રથી તેમણે માનતા રાખી હતી અને તેમની સોનાની માનતા રાખીને એક જ કલાકમાં ચંદુભાઈની ચેન મળી ગઈ અને તેઓ તરત જ માતાના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચી ગયા.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં માં મોગલના ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે આ ભક્તોને મણીધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે અહીં આવતા દરેક ભક્તના દુઃખ પણ દૂર થાય છે અને માનેલી માનતા પણ પૂર્ણ થાય છે અને આજ દિવસ સુધી માં મોગલ એ કેટલાય પરચા ભક્તોને આપ્યા છે.

એક મહિલાને ગોઠણનો ખૂબ જ દુખાવો થતો હતો તેણે હજારો રૂપિયાની દવા કરાવી છતાં દુ:ખાવો સારો ન થતા માતાની માનતા માની હતી અને સમસ્યા દૂર થઈ ગઈ, ત્યારે કહેવાય છે ને કે જ્યારે દવા કામ ન લાગે ત્યારે માં મોગલ ની દુઆ કામ લાગે છે.

મણીધર બાપુએ બધી વાત કરતા જણાવ્યું કે માં મોગલ દરેક કામ પૂર્ણ કરે છે અને એવામાં જ એક છોકરીએ પોતાની નોકરી માટે પણ માં મોગલ ની માનતા માની હતી અને કહ્યું હતું કે ગૂગળ ના ધૂપમાં ગાયનું ઘી નાખીને રોજ ધૂપ કરજો અને એમાં મોગલ નો દીવો ના કરો તો પણ ચાલશે ખાલી માં મોગલ પર આસ્થાને શ્રદ્ધા રાખજો. ઘરમાં ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ પણ ખૂબ જ સારું રહે છે અને માં મોગલ ની કૃપા તેમની પર બની રહે. એટલું જ નહીં આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*