ગુજરાત રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે અથવા તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની ભયંકર અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતની ઘટનામાં દીકરીના પગની એવી હાલત થઈ કે જોઈને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ 12 માં ભણતી વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા માટે જતી હતી.
આ દરમિયાન રસ્તામાં એક ટ્રક ચાલકે તેને કચડી નાખી હતી. આ ઘટનામાં ટ્રકના પાછળના ટાયરમાં વિદ્યાર્થીનીનો પગ આવી ગયો હતો. જેના કારણે દીકરીના પગના છૂંદા નીકળી ગયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના કલોલમાં બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
ઘટના સ્થળે પહોંચેલા લોકોએ ઘટનાની જાણ એમ્બ્યુલન્સને કરી દીધી હતી. પછી વિદ્યાર્થીની સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાનો એક કાળજુ કંપાવતો વિડીયો સામે આવ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દીકરી જમીન પર બેઠેલી નજરે પડી રહે છે.
ટ્રકની અડફેટેમાં આવતા દીકરીનો એક પગ તો સંપૂર્ણ રીતે ચુંદાઈ ગયો છે. દર્દના કારણે બિચારી દીકરી રસ્તા ઉપર તડપતી જોવા મળી રહે છે. બિચારી દીકરીની હાલત જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોનું કાળજુ કંપી ઉઠ્યું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતી દીકરીને રસ્તામાં ટ્રક ચાલકે કચડી નાખી, દીકરીના પગની એવી હાલત થઈ કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો… pic.twitter.com/FxCkbmlZc9
— GUJJU ROCKZ (@gujju_rockz) March 17, 2023
અકસ્માતની ઘટના બન્યા બાદ બિચારી દીકરી સાથે શું બન્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાઇરલ થઈ રહ્યો છે. મિત્રો ઘટનાનો વાયરલ થયેલો વિડિયો તમારા મનને વિચલિત કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment