આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં જે અકસ્માત થયો હતો જેમાં નવ લોકો મૃત્યુ પામ્યા છે. છતાં પણ લોકો ગાડી સ્પીડમાં ચલાવતા ડરતા નથી, હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી 160 ની સ્પીડે ગાડી ચલાવતી હતી,
એક ગીતના તાલે પુર ઝડપે કાર હંકારતી યુવતીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. વાયરલ થયેલા વિડીયો પર પોલીસે એક્શન લીધું હતું જેમાં યુવતી રાજકોટની હોવાનું સામે આવ્યું છે. જે બાદ યુવતી દ્વારા માફી મંગાવવામાં આવી છે, રાજકોટ પોલીસ દ્વારા યુવતીનો માફી નો વિડીયો રાજકોટ પોલીસના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નબીરાઓ સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. જોખમી રીતે હાઈ સ્પીડ ગાડી ના વિડીયો હવે ગુજરાત માટે નવા નથી, જેમાં જન્નત મીર નામની યુવતીએ 160 ની સ્પીડમાં કાર હંકારી રહી હતી. જન્નત મીર નામની યુવતીએ ઇન્સ્ટા આઈડી પર પ્રેસ લખ્યું હતું.
જન્નતનું નૂર ગાયબ : 160 કિલોમીટરની ઝડપે કાર દોડાવતી યુવતી આખરે પોલીસ સાણસામાં, જાહેરમાં માફી માગી…#gujarat #rajkot #RajkotPolice #reels #viral #ZEE24kalak pic.twitter.com/WxYdaFaeJo
— Zee 24 Kalak (@Zee24Kalak) August 1, 2023
જન્નત મીરે સાથે સાથે ઓલ મીડિયા કાઉન્સિલિંગ વાઈસ પ્રેસિડેન્ટ પણ લખવામાં આવ્યું હતું. 160 ની સ્પીડમાં હંકારથી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તેને શોધી રહી હતી અને આખરે જન્નત ની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
માફી માંગતા વીડિયોમાં જન્નતે પોતાની ભૂલ સ્વીકારી છે, તેણે કહ્યું મારું નામ જન્નત મીર છે. સોશિયલ મીડિયામાં મારો વિડીયો બહુ જ વાયરલ થયો છે જે વિડીયો બહુ જ જૂનો છે. હાલો નો વિડીયો નથી, વીડિયોમાં હું બહુ જ સ્પીડમાં ગાડી ચલાવી રહી છું, તે મારી ભૂલ છે.
તેના માટે આઈ એમ સો સોરી, બધાને એમ જ કહેવાનું છે કે તમે પણ ધીમે ગાડી ચલાવજો. આપણે અને સામેવાળા બંને સેફ રહીએ તેના માટે સ્લો ડ્રાઇવિંગ જરૂરી છે. ડ્રાઇવિંગ એક શોખ નથી પરંતુ એક જવાબદારી પણ છે, આવા શબ્દો કહીને જન્નત મીરે માફી માંગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment