તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા રમુજી વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો મૂંગા પ્રાણીઓની ન કરવાની સળીઓ કરતા હોય છે.
પરંતુ અમુક વખત મૂંગા પ્રાણીઓની સળી કરવી તેમને ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલાને વાંદરાની સળી કરવી ખૂબ જ ભારે પડી જાય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી પોતાના હાથમાં મોબાઈલ લઈને પાંજરામાં બાંધ વાંદરાને ચીડવતી જોવા મળી રહે છે. યુવતી પોતાના હાથથી વાંદરાની ચીડવતી હોય છે. ત્યાર પછી વાંદરો કંઇક એવું કરે છે કે યુવતી ને વાંદરાની સળી કરવી ભારે પડી જાય છે.
યુવતીને જોઈને ગુસ્સામાં ભરાયેલા વાંદરાએ અચાનક જ યુવતીના વાળ પકડી લીધા હતા. ત્યારબાદ યુવતી પોતાના વાળ છોડાવાની ઘણી કોશિશ કરે છે પરંતુ વાંદરો યુવતીના વાળ મૂકતો નથી. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ પણ વાળ છોડાવવામાં યુવતીની મદદ કરે છે. છતાં પણ વાંદરો યુવતીના વાળ મૂકતો નથી. થોડીક વાર બાદ વાંદરો યુવતીના વાળ મૂકી દે છે. એવામાં બીજો વાંદરો પણ ત્યાં આવી પહોંચે છે.
ત્યારે ફરી એક વખત યુવતી વાંદરાના પાંજરાની નજીકથી ચાલે છે. ત્યારે ફરીથી વાંદરો યુવતીના વાળ પકડી લે છે. ત્યારે ત્યાં હાજર વ્યક્તિ પોતાના જેકેટની મદદથી યુવતીના વાળ છોડાવે છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટો કરી રહ્યા છે. કોમેન્ટ કરીને ઘણા લોકો કહી રહ્યા છે કે કરેલા ભોગવીને જ જવાનું છે. વાયરલ થઈ રહેલા વિડીયો ઈન્સ્ટાગ્રામ પર viral_memes_video નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment