અંગદાન એ મહાદાન!ત્યારે આજે ઘણા લોકોનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેમના પરિવારજનો દ્વારા અંગોનું દાન કરીને સમાજમાં આવતા રહેતા હોય છે. ગુજરાતમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ તેમનું અંગદાન કરીને બીજા જરૂરિયાતમંદ વ્યક્તિઓની નવજીવન પ્રાપ્તિ થાય તેવા કામો કરવામાં આવે છે.
એવામાં સૌથી શ્રેષ્ઠ દાન કહીએ તો અંગદાન. આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જે સુરત શહેરના કામરેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં મહાવીર રેસિડેન્સીમાં રહેતા ગીતાબેન કે જેમનું રવિવારે વિશાલની સાથે બાઈક પર કોઈ કારણસર અકસ્માત થયું હતું.
તેમને કેટલીક ઈજાઓ પહોંચી હતી તેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વરાછા ચોપાટી પાસે પહોંચતાની સાથે બાઈક સ્લીપ થઈ જતા ની સાથે બંને નીચે પડી ગયા હતા. તેથી તે બંનેને ઇજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા,ત્યારે તેમને સીટી સ્કેન કરવામાં આવ્યું તો થોડીવાર પછી તબીબો દ્વારા એ મહિલાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
એવામાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા ગીતાબેનના પરિવારના લોકોને અંગદાન વિશેની જાણકારી ઓ આપવામાં આવી અને અંગ દાન કરવા પ્રેર્યા હતા. તેથી ગીતાબેનના પરિવારજનોએ અંગ દાન કરવાની સંમતિ આપતાની સાથે જ ગીતાબેન ના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યા.
ગીતાબેનના અંગોનું દાન કરવાથી બીજા ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થયું. જેથી પરિવારજનોએ આવી અંગદાન કરવાની ભાવનાથી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારજનો દ્વારા ગીતાબેનના અંગોનું દાન કરવાથી બીજા ઘણા લોકોને નવજીવન પ્રાપ્ત થયું.
તેમાંથી સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ કે જેના થકી જો કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિઓની નવજીવન પ્રાપ્ત થતું હોય તો એ પુણ્યનું કામ જ કહી શકાય. એવામાં આજે આ પરિવાર અંગદાન વિશેની માહિતી સૌ કોઇને આપી રહ્યા છે અને સમગ્ર પરિવારે અંગદાન કરીને સમાજમાં એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment