મિત્રો આપણા ઘરમાં તૂટેલી ગમે તે વસ્તુ ચોંટાડવાની હોય ત્યારે આપણા મોઢા પર ફેવિકોલનું નામ પહેલું આવે છે. મિત્રો ફેવિકોલ ભારતમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ છે. તો આજે આપણે ફેવિકોલ કંપનીના માલિક વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે, ફેવિકોલ કંપનીના માલિક બળવંતભાઈ પારેખ ગુજરાતના રહેવાસી છે.
તેમને જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરીને આજે અબજો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. મિત્રો આપણે સૌ જાણતા જઈશું કે આજના જમાનામાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો છે. મિત્રો જીવનમાં સફળતા મેળવી હોય તો તેની પાછળ ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે. ત્યારે આજે આપણે જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરીને ફેવિકોલ જેવી મોટી કંપની ઉભી કરનાર વ્યક્તિ વિશે વાત કરવાના છીએ.
ફેવિકોલ કંપનીના ફાઉન્ડર વિશે વાત કરીએ તો તેમનું નામ બળવંતભાઈ પારેખ છે. મિત્રો બળવંતભાઈ પારેખ નો જન્મ 1925માં ગુજરાતના મહુવા ગામમાં થયો હતો. તેમને નાનપણથી જ વેપાર કરવાની ઈચ્છા હતી. બળવંતભાઈને ધંધો કરવો હતો. પરંતુ તેમના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે બળવંત વકીલ બને.
એટલા માટે તેમને મુંબઈ આવીને સરકારી લો કોલેજમાં એડમિશન લીધું હતું. પરિવારની ઈચ્છા મુજબ તેમને વકીલનું ભણવાનું શરૂ કરી દીધું પરંતુ તેમને તો ધંધો કરવાની ઈચ્છા વધારે હતી. પછી તો તેઓ નોકરી કરીને પોતાનું જીવન પસાર કરવા લાગ્યા પરંતુ સમય જતા તેમને નોકરી પણ છોડી દીધી હતી.
ત્યારબાદ લાકડાનું કામ કરવા વાળા વેપારીને ત્યાં તેમને એક પટ્ટાવાળા તરીકે નોકરી શરૂ કરી દીધી. આ કામમાં તેમને એક વખત જર્મની મોકલવામાં આવ્યા ત્યારે તેમને ત્યાં વેપારને લગતા ઘણા બધા સારા એવા ઉપાયો મળ્યા. કેવો લાકડાના વેપારી સાથે કામ કરતા હતા એટલે તેમને વિચાર આવ્યો કે સુધારને બે લાકડાને જોડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી.
પછી તેમને લાકડું કઈ રીતે ઝડપથી જોડી શકાય તેનો ઉપાય શોધવાનું શરૂ કર્યું અને આખરે તેમાં તેમને સફળતા પણ મળી. ત્યારબાદ તેમને 1959માં પીટીલાઈટ બ્રાન્ડની સ્થાપના કરી અને ગુંદર બનાવવાનું શરૂ કરી દીધું. આજે ફેવિકોલ એક એવું નામ બની ગયું છે કે જે સુથાર અને ફર્નિચરના કારીગરોની પહેલી પસંદગી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment