હાલમાં રામ મંદિર નું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રામ મંદિરને લઈને ઘણું બધું બની રહ્યું છે ત્યારે અયોધ્યામાં ભગવાન વિષ્ણુએ શ્રી રામ તરીકે અવતાર લીધો હતો અને અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નું ભવ્ય અને દિવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને આ મંદિર હવે તેના અંતિમ તબક્કામાં છે
ત્યારે 22 જાન્યુઆરી 2024 ના રોજ મંદિરમાં રામલલાનો અભિષેક કરવામાં આવશે.ત્યારે અયોધ્યામાં ભગવાન રામ મંદિરના રાજકોટના શાપરમાં બનાવવામાં આવેલ ધ્વજ દંડ લગાવવામાં આવશે અને મિત્રો આ ધ્વજ દંડ સાડા પાંચ ટનનો બનાવવામાં આવ્યો છે
અને ત્યારે અયોધ્યા રામ મંદિરના ધ્વજ સ્તંભ બનાવવામાં રાજકોટનું શાપર ભાગીદાર બન્યું છે. શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ માં આવેલી રેન્ક વન એલ આઈ નામની કંપનીને ધ્વજ દંડ બનાવવા માટેનું સૌભાગ્ય મળ્યું છે ત્યારે આવો જાણીએ આજ ધ્વજ વિશેની વિશેષતા શું છે.
મિત્રો આ 45 ફૂટ ઊંચો ધ્વજ બનાવવામાં આવ્યો છે અને સેન્ટીફયુગલ ડાય કાસ્ટીંગ નો ઉપયોગ કરીને આ ધ્વજ દંડ બનાવ્યો છે. મિત્રો સો ટકા શુદ્ધ ઝીંક અને કોપર નો ઉપયોગ કરીને આ ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યો છે. 1200 આરપીએમ પર ફરતા
મશીનમાં ધ્વજ દંડ નું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે. ધ્વજ દંડની સાથે 21 ફૂટના છ નાના નાના દંડ બનાવવામાં આવ્યા છે. કોઈપણ જાતના મિશ્રણ વગર માત્ર કોપર અને ઝીંક ની મદદથી આ સ્તંભ તૈયાર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment