મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો જોઈને આપણા ચહેરા ઉપર ખુશી આવી જતી હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો તમે ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે જેમાં જંગલી પ્રાણીઓ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. ઘણી વખત જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ખૂંખાર દીપડાએ પાલતુ કુતરાનો શિકાર કર્યો છે.
સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મહારાષ્ટ્રના પુણેમાં સામે આવી રહી છે. રાત્રિના સમયે હીજવાડી આઈડી પાર્ક પાસે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરો ઘરની બહાર સૂતેલો નજરે પડી રહ્યો છે.
ત્યારે અચાનક જ ત્યાં એક ખૂંખાર દિપડો પહોંચી આવે છે. દિપડો એકદમ ધીમે ધીમે કુતરા પાસે આવે છે અને અચાનક જ કુતરા ઉપર જોરદાર પ્રહાર કરે છે. ત્યાર પછી તો કુતરા અને દિપડા વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ દરમિયાન કૂતરાએ પોતાનો જીવ બચાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ ખૂંખાર દીપડાએ પાલતુ કુતરાને પોતાનો શિકાર બનાવી લીધો હતો.
ત્યાર પછી ખૂંખાર દીપડો બાંધેલા કૂતરાની સાંકળ તોડીને તેને પોતાની સાથે લઈ ગયો હતો.આ ઘટનાનો વિડીયો સામે આવતા જ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાલતુ કૂતરો ઘરની બહાર બેઠેલો નજરે પડી રહ્યો છે. ત્યારે અચાનક જ ચૂપચાપ એક દીપડો તેની પાસે આવે પહોંચે છે અને કુતરા ઉપર જોરદાર પ્રહાર કરે છે.
ત્યાર પછી તો ખૂંખાર દીપડો કૂતરાનો શિકાર કરી લે છે અને પછી તેને ખસેડીને પોતાની સાથે લઈ જાય છે. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલા છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment