દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. જ્યારે પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ જતું હોય છે. ત્યારે કાનપુરમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે.
કાનપુરના ગડરિયા મોહલ્લામાં અંકુર કુમાર નામનો વ્યક્તિ પોતાની પત્ની અને લાડલી દીકરી સાથે રહેતો હતો. તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો. પરિવારમાં રહેતા અંકુરના પિતાનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેના પિતા સાથે તેની ખૂબ જ સારી લાગણી હોવાથી તે પોતાના પિતાને ભૂલી શકતો ન હતો.
એક દિવસ અંકુર પોતાની સ્કુટી લઈને દીકરીને શાળાએ મૂકવા ગયો હતો. અંકુર દરરોજ પોતાની દીકરીને કેન્ટમાં આવેલી રિવર બેંક સ્કૂલે મૂકવા જતો હતો. તેથી દરરોજની જેમ અંકુર તે દિવસે પણ પોતાની દીકરીને સ્કુટી લઈને શાળાએ મૂકવા ગયો હતો.
ત્યારબાદ ઘણો બધો સમય થઈ ગયો છતાં પણ અંકુર ઘરે પરત ફર્યો ન હતો. એટલું જ નહીં પરંતુ તેનો ફોન પણ ઘરે પડ્યો હતો. તેની પત્નીએ અંકુરની ખૂબ જ રાહ જોઈ. ઘણો બધો સમય થઈ ગયો એટલે અંકુરની પત્ની અંકુરને શોધવા માટે પોતાની દીકરીની શાળાએ પહોંચી હતી.
દીકરીનો છોડવાનો સમય થઈ ગયો છતાં પણ અંકુરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ અંકુર ની પત્ની અંકુરને શોધવા માટે તેની ઓફિસે પહોંચે છે પરંતુ ત્યાં પણ તે હતો નહીં. જેના કારણે તેની પત્ની ખૂબ જ ડરી ગઈ અને તેને પોલીસ સ્ટેશનમાં અંકુરના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધીને અંકુર ની શોધ પણ શરૂ કરી દીધી હતી. શોધખોળ દરમિયાન પોલીસને અંકુરની સ્કુટી ડબકેશ્વર ઘાટ પરથી જ મળી આવી હતી. ત્યાં પોલીસે આસપાસ તપાસ કરી પરંતુ અંકુર મળ્યો નહીં. હજુ પણ અંકુરનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી, પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment