સુરતમાં યુવકે લીફ્ટમાં એકલી છોકરીને જોઈને કાઢ્યું પેન્ટ અને કરી એવી કરતૂત….જોઈ લો વિડિયો અને કરો કૉમેન્ટ શું સજા કરવી જોઈએ

Published on: 5:25 pm, Thu, 22 September 22

સુરત શહેરમાં બનેલી એક એવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઈને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. સુરતના અડાજણ વિસ્તારમાં માત્ર 15 વર્ષની બાળકી સાથે બનેલી છેડતીની ગંભીર ઘટના સામે આવી છે. બિલ્ડીંગની લીફ્ટ ની અંદર 27 વર્ષીય યુવકે બાળકીની સામે અશ્લીલ હરકતો કરીને તેની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના લિફ્ટ માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના પગલે અડાજણ પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં એક 27 વર્ષીય યુવક 15 વર્ષની બાળકી સામે અશ્લીલ હરકત કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ નરાધમ યુવકનું નામ સાગર પટેલ છે તેને લિફ્ટની અંદર 15 વર્ષની બાળકી સામે અશ્લીલ હરકતો કરી હતી.

સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે સાગર પટેલે લિફ્ટ માં આવે છે. ત્યારબાદ તે બાળકીની એકાલતાનો લાભ ઉઠાવીને તેની સામે અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, નરાધમ સાગર પટેલ બાળકીની નજર સામે પોતાનું પેન્ટ ઉતારીને બાળકી સાથે અશ્લીલ હરકતો કરે છે.

જેના કારણે માસુમ બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તે રડવા લાગી હતી. બાળકી રડતી રડતી પોતાના ઘરે જાય છે અને આ સમગ્ર ઘટના વિશે પોતાના માતા પિતાને કહે છે. ત્યારબાદ બાળકીના માતા પિતા તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કરે છે અને સાગર પટેલે સામે ફરિયાદ નોંધાવે છે.

ફરિયાદના આધારે પોલીસ સાગર પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે. જ્યારે બાળકી ઘરે જઈને પોતાની સાથે બનેલી ઘટનાને જણાવે છે. ત્યારે તેના માતા પિતા ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા. ત્યારબાદ બાળકીની વાત સાચી છે કે ખોટી તે વાત જાણવા માટે માતા-પિતા લિફ્ટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરે છે.

સીસીટીવી કેમેરામાં બાળકી સાથે થયેલી ઘટના જોઈને તેના માતા-પિતા આ ઘટનાની જાણ અડાજણ પોલીસને કરે છે. પછી અડાજણ પોલીસ આ નરાધમ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો