સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રક ચાલકે દીકરીની નજર સામે પિતાને કચડી નાખ્યા હતા. આ કારણસર પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર પિતાના માથા ઉપરથી પસાર થઈ ગયું હતું.
આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના જોઈને દીકરીએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે પરિવારના લોકો દોડીને ઘરની બહાર આવ્યા હતા. પોતાના પતિને જોઈને પત્ની બેભાન થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના ખરગોન જિલ્લાના બરવાહમા બની હતી. વિગતવાર વાત કરીએ તો રવિવારના રોજ બપોરના સમયે 35 વર્ષીય લોકેન્દ્ર નામના વ્યક્તિને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો.
ધીમે ધીમે થતી દલીલ મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ગુસ્સામાં લોકેન્દ્ર ઘરની બહાર આવીને રોડના કિનારે ઉભો રહ્યો હતો. લોકેન્દ્રએ આટલો ગુસ્સામાં હતો કે તેની તરફ આવતો આઈસર ટ્રક તેને જોયો જ નહીં. લોકેન્દ્ર કાંઈ સમજે તે પહેલા તો આઇસર ટ્રકે તેને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં તેના માથાના ભાગ ઉપરથી ટ્રક પસાર થઈ ગયું હતું. તેથી તેનું ઘટના સ્થળે હજુ મૃત્યુ થયું હતું.
અકસ્માતની ઘટના બની ત્યારે લોકેન્દ્રની 9 વર્ષની દીકરી નિશા પણ ત્યાં ઊભેલી હતી. પિતાના દર્દનાક મોતને જોઈને દીકરીએ ચીસો પાડી હતી. જેના કારણે પરિવારના લોકો દોડીને બહાર આવ્યા હતા. પોતાના પતિના મૃતદેહને જોઈને પત્ની જોર જોરથી રડવા લાગી હતી અને ઘટના સ્થળે જ બેહોશ થઈ ગઈ હતી.
મૃત્યુ પામેલા પતિને જોઈને પત્ની તો સૌપ્રથમ બોલતી હતી કે, મને ખબર નહોતી કે આવું થશે નહીંતર હું તેની સાથે ઝઘડો જ ન કરે. હું તેમની બધી વાત સાંભળી લે. હું મારા પતિને પ્રેમ કરું છું. મારા પતિ વગર હું મારા ત્રણ બાળકોને મોટા કેવી રીતે કરીશ. લોકેન્દ્રના મૃત્યુના કારણે ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આઇસર ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ ચાલુ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment