મહિલા પોતાના સસરાને પગે લાગીને, તેમની નજરની સામે ચોથા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…12 મહિનાની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 10:38 am, Tue, 24 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં એક મહિલાએ મેડિકલ કોલેજના ચોથા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર 22 વર્ષની મહિલા તેની 12 મહિનાની દીકરીની સારવાર માટે મેડિકલ કોલેજમાં આવી હતી. અહીં મહિલા સૌપ્રથમ પોતાના સસરાને પગે લાગી અને ત્યારબાદ સસરાની નજરની સામે ચોથા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બનતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે મધ્યપ્રદેશના શિવપુરમાં બની હતી. જિલ્લાના દહેગામની રહેવાસી અનિતા નામની મહિલા 20 જાન્યુઆરીના રોજ પોતાની દીકરીને લઈને મેડિકલ કોલેજ આવી હતી.

કારણકે તેની દીકરીને ન્યુમોનિયાના થઈ ગયો હતો તેથી તેને મેડિકલ કોલેજના દાખલ કરવામાં આવી હતી. મહિલાના સસરાએ જણાવ્યું કે, રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ તેઓ અહીં રોકાયા હતા. મારી પૌત્રી મેડિકલ કોલેજના ચોથા માળે PICUમાં દાખલ છે. પુત્રવધુ અનિતા પણ સાથે હતી.

હું બહાર બેઠો હતો. ત્યારે અચાનક જ મારી પુત્રવધુ દોડતી દોડતી મારી પાસે આવી હતી. તેની પાછળ એક નર્સ પણ દોડતી દોડતી આવતી હતી. પુત્રવધુ મારી પાસે આવીને અચાનક જ મારા પગમાં પડી ગઈ અને મારા ચરણ સ્પર્શ કર્યા. જ્યારે મેં તને ઉભી કરી ત્યારે તેને મને જણાવ્યું કે તેને શૌચાલય જવું છે.

તેથી તે ત્યાંથી ચાલી ગઈ અને મારી નજરની સામે ચોથા માળેથી નીચે કૂદી ગઈ. આ ઘટના આટલી ઝડપમાં બની કે હું કાંઈ સમજી જ ન શક્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પહેલા મહિલાએ ફોન પર તેના પતિ સાથે વાતચીત કરી હતી. મહિલાનો પતિ લગભગ અઢી મહિના પહેલા કામ અર્થે મહારાષ્ટ્ર ગયો હતો.

દીકરીની તબિયત બગડતા મહિલાએ તેના પતિને ઘરે આવવાનું કહ્યું હતું. પતિ ઘરે આવવામાં અસમર્થ રહ્યો હતો. જેના કારણે મહિલાએ આ પગલું ભર્યું હશે હાલમાં તેવું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. મહિલાએ કયા કારણસર પોતાનું જીવનનું ટૂંકાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલા પોતાના સસરાને પગે લાગીને, તેમની નજરની સામે ચોથા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું…12 મહિનાની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*