હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાના બાળકોની સામે પોતાની પત્ની પર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો. આરોપીએ પોતાની પત્ની ઉપર પિસ્તોલ માંથી બે વખત ગોળી છોડી હતી. આ કારણસર પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બુધવારના રોજ અલીગઢમાં બની હતી.
વિગતવાર વાત કરીએ તો 30 વર્ષની આરતી નામની મહિલા પોતાના બે બાળકો સાથે સરસ્વતી બિહાર કોલોનીમાં તેની બહેનપણીના ઘરે રહેતી હતી. આરતી તે જ વિસ્તારમાં ભાડાનું મકાન શોધી રહી હતી. ઉપરાંત આરતીનો પતિ નીતિન પણ તેમની સાથે રહેતો હતો. બુધવારના રોજ મોડી સાંજે નીતિન ઘરે આવ્યો હતો અને ઘરે આવીને તે પોતાની પત્ની સાથે વાતચીત કરી રહ્યો હતો.
વાત કરતા કરતા બંને ધાબા ઉપર ગયા હતા અને ઘણા સમય બાદ બંને વાત કરીને નીચે આવ્યા હતા. નીચેની રૂમમાં તેમના બંને બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ આરોપી નીતિને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને માત્ર આઠ વર્ષના માસુમ દીકરાએ જણાવ્યું કે, મમ્મી પપ્પા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. બંને ધાબા ઉપર વાતચીત કરવા ગયા હતા અને હસતા હસતા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. નીચે આવ્યા પછી પિતાને અચાનક જ શું થયું કે તેમને પોતાની પિસ્તોલ કાઢી અને માતા ઉપર ફાયરિંગ કર્યું હતું.
જેથી માતાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ બંને બાળકોએ બૂમાબૂબ કરી હતી જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોતાની પત્નીનો જીવ લઈને આરોપી નીતિન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. નીતિને આવું શા માટે કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment