બે દીકરીઓના પિતાએ પોતાના ઉપર ગોળી ચલાવીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આજરોજ સવારે લખનઉમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેને પોતાના ઉપર ગોળી ચલાવીને જીવનને ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુમાંતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા બિઝનેસમેનનું નામ રજનીશ ગોયલ હતું. પોતાની પત્ની અને બાળકો સાથે તેના બંગલાના બીજા માળમાં રહેતો હતો. તેના માતા પિતા ફ્લોર પર રહેતા હતા. મૃત્યુ પામેલા બિઝનેસમેન નું નામ રજનીશ હતું અને તેમની ઉંમર 52 વર્ષની હતી. શુક્રવારના રોજ સવારે તેમના રૂમમાંથી તેમનું મૃતદેહ મળી આવ્યું હતું.

આ ઘટના બની ત્યારે રજનીશની પત્ની ન હતી. રજનીશની પત્ની રોલી છેલ્લા આઠ મહિનાથી પ્રયાગરાજ માં પોતાના પિયરે ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ પત્ની વચ્ચે વિવાદો ચાલી રહ્યા હતા. આ વિવાદો રજનીશની છુટાછેડા થયેલી બહેનના કારણે ચાલી રહ્યા હતા.

રજનીશની બે દીકરીઓ છે જેમાં એકનું નામ શિવિકા ઉંમર 23 વર્ષ અને બીજીનું નામ રિશિતા ઉંમર 22 વર્ષ છે. જેવો અમેરિકા રહે છે. આજરોજ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ રજનીશ ગોયલના પિતા કૃષ્ણ ગોયલ વોક પરથી ઘરે આવ્યા હતા. ત્યારે તેમની નોકરાણીએ કહ્યું હતું કે રજનીશ અંદરથી રૂમનો દરવાજો ખોલી રહ્યા નથી.

કાંઈ અજુગતું હોવાની આ આશંકાથી રજનીશની રૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્યારે રૂમમાંથી રજનીશનું મૃતદેહ મળી આવ્યું હતું. તેના મૃતદેહની નજીક એક પિસ્તોલ અને એક સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ” હું મારી સ્વતંત્ર ઈચ્છાથી આ પગલું ભરી રહ્યો છું.

આમાં કોઈની ભૂલ નથી ” ઉપરાંત સુસાઇડ નોટ માં પોતાની સહી પણ કરી હતી. આ સમગ્ર ઘટના બની આબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*