4 બાળકોના પિતાને ટ્રક ચાલકે કચડી નાખ્યા, બાળકોના પિતાનું ઘટના સ્થળે મૃત્યુ…અંતિમયાત્રામાં માસુમ બાળકોના ચહેરા જોઈને તમામ લોકો રડી પડ્યા..!

દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિકરાઇ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે ચાર બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે.

પૂરપાટ ઝડપે આવતા ટ્રકે એક બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર વ્યક્તિ ફંગોળાઈને રોડ ઉપર પડ્યો હતો. ત્યારે આ વ્યક્તિના માથા પરથી ટ્રક પસાર થઈ ગયો હતો. જેના કારણે એનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત આ ઘટનામાં અન્ય એક યોગ ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટના પાલીમાં બની છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 35 વર્ષીય દેવેન્દ્ર પરમાર અને 38 વર્ષીય કૈલાશચંદ્ર નામના બંને વ્યક્તિઓ આજરોજ બપોરના સમયે બાઈક પર પીપલિયા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને રોડ પર નીચે પડ્યા હતા. આ દરમિયાન ટ્રક દેવેન્દ્ર પરમારના માથા પરથી પસાર થઈ ગયો હતો. જેના કારણે દેવેન્દ્ર પરમાર નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા કૈલાશચંદ્રની સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ આ ઘટનાની જાણ મૃતક વ્યક્તિના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. દેવેન્દ્ર પરમારના કારણે 4 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દેવેન્દ્ર પરમારની અર્થી ઊઠી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમયાત્રામાં માસુમ બાળકોના ચહેરા જોઈને તમામ લોકો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*