દેશમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક છોકરા આવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઘરે બે જુડવા દીકરીઓનો જન્મ થતાં પિતાએ નદીમાં કૂદીને સુસાઇડ કરી લીધું છે. પિતાનું જીવ ટૂંકાવાનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના બાલઘાટમાં બની છે.
આ ઘટના બુધવારના રોજ 6:30 વાગ્યાની આસપાસ વારાસીવની પોલીસ સ્ટેશન વિસ્તારના દિનીપુર ગામમાં બની હતી. અહીં એક યુવકે મોબાઇલ પર વાત કરતાં કરતાં વૈનગંગા નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
હોમગાર્ડની ટીમ લગભગ નદીમાં બે કલાક સુધી વ્યક્તિની શોધખોળ કરી પરંતુ તેનું મૃતદેહ મળ્યું નહીં. ત્યારે આજ રોજ 7:00 વાગ્યાની આસપાસ ફરી એક વખત શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બપોરના 12:00 વાગ્યાની આસપાસ રેસ્ક્યુ તેમને યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વાસુદેવ પટેલ હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઈને વાસુદેવ પટેલના સંબંધીઓએ જણાવ્યું કે, વાસુદેવ પટેલને પહેલેથી જ બે દીકરીઓ છે. એકનું નામ આસ્થા અને બીજી દીકરીનું નામ અમલી હતું. ત્યારે વાસુદેવ પટેલની પત્નીએ બુધવારના રોજ જિલ્લાની હોસ્પિટલમાં વધુ બે દીકરીઓને જન્મ આપ્યો હતો.
દીકરીનો જન્મ થયા બાદ વાસુદેવ પટેલ ખૂબ જ તણાવમાં જોવા મળ્યો હતો. વાસુદેવ પટેલ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો. વાસુદેવ પટેલ ખેતી કામ કરતો આ ઉપરાંત ટાઈલ્સ અને માર્બલ લગાવવાનું પણ કામ કરતો હતો. ઉપરાંત તે મેકેનિકનું કામ કરીને રોજના 500 રૂપિયા કમાઈ લેતો હતો.
પહેલા બે દીકરીઓ હતી અને બુધવારના રોજ અન્ય બે દીકરીઓનો જન્મ થતા વાસુદેવ ખૂબ જ તણાવમાં આવી ગયો હતો અને ત્યાર પછી નદીમાં કૂદીને સુસાઇડ કરી લીધું હતું. વાસુદેવે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment