મિત્રો આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ કે જે વલસાડમાંથી સામે આવી છે અને એક કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. એ જ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે.જેમાં એક અનાથ બાળકનું નસીબ ચમકી ઉઠ્યું અને થોડા દિવસ પહેલા એ દીકરાને જન્મતાની સાથે જ જે માએ છોડી દીધો હતો. એ દીકરાને પોલીસ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
વાત જાણે એમ છે કે એ દીકરાની સારવાર પછી સંસ્થામાં મોકલવામાં આવ્યો અને ત્યાં જ તેને માતાનો પ્રેમ પ્રેમ મળશે. સંસ્થાની મહિલા કર્મચારીઓ દ્વારા આ દીકરાને પોતાનો દિકરો માનીને ઉછેર છે.કારણકે જે માતાએ તેને જન્મ આપ્યો તેને દીકરાનો જન્મતાની સાથે જ તેની છોડી દેવામાં આવ્યો હતો.
તેથી પોલીસને જાણ થતા ની સાથે જ તેમની એ દીકરાની હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કર્યો સારવાર બાદ સંસ્થાની મહિલા કર્મચારી દ્વારા યશોદા બની સાર સંભાળ રાખશે. દીકરાનો સારો ઉછેર થશે અને એક માતાનો પ્રેમ મળશે. એટલું જ નહીં પરંતુ એ બાળકનું નામ કરણ રાખવામાં આવ્યું.
આ ઘટના સાંભળીને તો એ કૃષ્ણની યાદ આવી જાય કે જેમાં પણ જન્મ આપનારી માતા દેવકી અને તેની સાર-સંભાળ રાખનારી યશોદા તેરે આવું જ કંઈક આ કિસ્સામાં બન્યું. હાલ તો આ દીકરાને ખૂબ જ સારી રીતે સંસ્થા દ્વારા સાચવવામાં આવ્યો છે અને ખૂબ જ સારી રીતે ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. એ દીકરાને હવે કોઈ સારા પરિવારને દત્તક આપવામાં આવશે.
જેનાથી તેની જીવન સુધરી જશે આવા એક નહીં પરંતુ ઘણા એવા કિસ્સાઓ આવે છે જેમાં જનેતા બાળકને જન્મ આપવાની સાથે જ છોડી દેતા હોય છે. એવામાં જ પોલીસ દ્વારા એ દીકરાના સાચા માતા-પિતા કોણ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
આ દીકરો કે જેને સંસ્થા દ્વારા અને એ સંસ્થાની મહિલા કર્મચારીઓ દ્વારા ખૂબ જ સારી રીતે સાચવવામાં પણ આવી રહ્યો છે. એ રસ્તા પરથી મળી રહેલું બાળક કે જે મા-બાપ વગરનું થઈ ગયું હતું તેને હાલ સંસ્થા દ્વારા સાચવવામાં આવતા એ દીકરાનું કિસ્મત ખુલી ગઈ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment