મિત્રો દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ઘણી એવી પણ ઘટનાઓ હોય છે જેના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 46 વર્ષના ખેડૂતને વીજ કરંટ લાગ્યો છે. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટના મોડાસાના ભેરુડામાં બની હતી. 46 વર્ષીય ખેડૂત ખેતરમાં બોરની મોટર શરૂ કરવા ગયા હતા. આ દરમિયાન તેમને વીજ કરંટ લાગ્યો હતો. જોરદાર વીજ કરંટ લાગવાના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા ખેડૂતનું નામ કલ્પેશભાઈ શામળભાઈ પટેલ હતું.
જ્યારે કલ્પેશભાઈ બોરની મોટર શરૂ કરવા જતા હતા ત્યારે તેમને લોખંડની પેટીનું હેન્ડલ પકડી ખોલવા જતા અચાનક જ તેમને વીજ કરંટ લાગ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો અને કલ્પેશભાઈ ના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
કલ્પેશભાઈનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃતક ના ભાઈ દિલીપભાઈ શામળભાઈ પટેલે મોડાસા રૂલર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત વધુ એક તેવી જ ઘટના બની હતી. આ ઘટનામાં બે બાળકોના પિતાને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બે બાળકો નોંધારા થતાં જ પરિવારના લોકો અને સમાજના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
મિત્રો કોઈ ઈલેક્ટ્રીક અથવા તો લોખંડની વસ્તુ અડતા પહેલા તપાસ જરૂર કરી લેવી કે આમાં કોઈ પણ પ્રકારનો કરંટ તો નથી ને. કારણકે આપણી એક નાનકડી એવી ભૂલ આપણો જીવ જોખમમાં નાખી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment