મોરબીમાં બનેલી ઘટનાએ બધા લોકોને હચમચાવી દીધા છે. આ ઘટનામાં ઘણા હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા છે. જ્યારે કેટલાક એવા પરિવારો છે જેઓના ચમત્કારી બચાવ થયા છે. ત્યારે આજે આપણે તેવા જ એક પરિવારની વાત કરવાના છીએ. પરિવારના એક દીકરાના કારણે આજે આખો પરિવાર બચી ગયો છે.
“રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત આ પરિવાર માટે સાચી પડી છે. રાજુલા શહેરના દુલર્ભનગરમાં રહેતા ભાનુભાઈ મહેતાનો પરિવાર તેમના સગાઓ સાથે મોરબી ગયો હતો. ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો ઝૂલતા પૂલ પર ફરવા માટે ગયા હતા.
પુલ પર પરિવાર થોડેક સુધી પહોંચ્યું ત્યાં ભૂલ હલવા લાગ્યો હતો. જેના કારણે નવ વર્ષના નેત્રને બીક લાગી ગઈ હતી. બીક લાગવાના કારણે તે રડવા લાગ્યો હતો અને પૂલમાંથી બહાર આવવાની જીદ કરી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ પુલ ઉપર એક સેલ્ફી લીધી અને ત્યારબાદ આખો પરિવાર ફૂલની બહાર આવી ગયો હતો.
પરિવારના લોકો ત્યાંથી ગાડી લઈને નીકળ્યા અને માત્ર 15 મિનિટ બાદ પુલ તૂટી પડ્યો હતો. આ પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. આ ઘટના બનતા જ સગા સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ત્યારબાદ સતત પરિવારના લોકોને ફોન કરવા લાગ્યા હતા.
પણ માત્ર નવ વર્ષના બાળકના કારણે આજે આખો પરિવાર બચી ગયો છે. જો બાળક પુલ ઉપર રડ્યો ન હોત તો આજે આખો પરિવાર દુનિયા છોડીને ચાલ્યો ગયો હોત. સાગરભાઇ મહેતાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમારે ઝુલતા પુલ ઉપરથી નીકળી જવાનું માત્ર એક જ કારણ હતું.
જ્યારે અમે પુલ ઉપર અડધી સુધી પહોંચ્યા ત્યારે છોકરો રડવા લાગ્યો હતો અને કહેતો હતો કે પપ્પા બીક લાગે છે. જેના કારણે અમે એક સેલ્ફી લઈને અડધી થી જ પાછા વળી ગયા હતા. આજે દીકરાના કારણે અમે બચી ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment