ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની તેના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. આ ઘટના સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં બની હતી. અહીં એક 45 વર્ષના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તેઓ રાત્રે પોતાના પરિવાર સાથે સુતા હતા, પછી સવારે પરિવારના સભ્યોએ તેમને જગાડવાના પ્રયાસ કર્યા પરંતુ તે જાગ્યા જ નહીં. પછી જાણવા મળ્યું કે તેમનો તો મોત થઈ ગયું છે. ઘરના મોભીનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી રવિ પાક સોસાયટીમાં 45 વર્ષના ટુનટુન ગોર નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે.
તેઓ દાણા ચણા વેચીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા. રાત્રિના સમયે તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે સૂઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે પરિવારના સભ્યોએ તેમને જગાડીયા પરંતુ તેઓ ઊંઘમાંથી ઉઠતા ન હતા. પછી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા ટુનટુન ગોરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારના મોભીના મોતના સમાચાર મળતા જ સગા સંબંધી અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. એટલા માટે પરિવારના સભ્યોને એવી શંકા છે કે તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
સમગ્ર ઘટના બન્યા બાદ કાપોદ્રા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી. તેમને મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment