આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોને જીવન જીવવા માટે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે. તો ઘણા એવા લોકો પણ છે કે જેઓ રાત દિવસ મહેનત કરે છે છતાં એવા દિવસો આવે છે કે એક ટાઈમનું જમવાનું પણ શોધવામાં ફાફા પડી જાય છે.
કેટલીક વખતે ઘણા લોકો આખા દિવસની મહેનત પછી પણ ભૂખ્યા રહીને દિવસો પસાર કરવામાં મજબૂર બનતા હોય છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરિવાર વિશે વાત કરીશું જ રાત દિવસ મહેનત કરે છતાં ભૂખ્યા રહીને દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે, ત્યારે વાત જાણે એમ છે કે ભાનુબેન નામના દાદી કે જેવો એકલા જ રહે છે..
તેમના પતિ અને દીકરાઓનું મૃત્યુ થઈ ગયું ત્યારબાદ તેમના ઘરમાં કમાવવા વાળુ કોઈ નથી અને તેઓ હાલ એકલા જ રહીને પોતાનું જીવન ગાળી રહ્યા છે. આ દાદીના જીવનમાં હાલ કેટલી બધી મુશ્કેલીઓ આવે છે છતાં તેઓ એ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું જીવન જીવી જાય છે.
તેઓને બે દીકરા પણ હતા જેમાં એક દીકરાનું બીમારીને લીધે અને બીજા દીકરા નો અકસ્માત ના કારણે મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ તેઓ ઘરમાં સાવ એકલા પડી ગયા હતા અને બધું જ એક હાથે કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ ભાનુબા એક ભાડાના મકાનમાં રહીને પોતાના દિવસો પસાર કરવામાં મજબૂર બન્યા છે અને ઘરમાં ખાવા માટેનો પણ ઘણો સામાન નથી હોતો.
કેટલીક વાતો તેઓને ભૂખ્યા પેટે જ સુઈ જવું પડે છે, તો ઘણા દિવસો તેઓ બીજા લોકો પાસે માંગીને ખાવા મજબૂર બન્યા છે. હાલ ભાનુબા પોતાના દીકરાઓની અને પતિની ખોટ વર્તાઈ રહી છે, ત્યારે તેમણે એકવાર રડતા રડતા કહ્યું હતું કે જો હાલ તેમના દીકરા અને પતિ હોત તો આવા દિવસો જોવા ન પડ્યા હોત અને ઘરમાં કોઈ કમાવા વાળું નથી.
એટલે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને આજે તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આવા દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે. આવા ગરીબ ને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment