તૌકતે વાવાઝોડા ની અસર હજી ગુજરાત માંથી ગઈ નથી ત્યાં બીજુ એક વાવાઝોડાનો સળવળાટ શરૂ થઈ ગયો છે. આ વખતે દેશના પૂર્વી તટ નજીક બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું આવવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એને ધ્યાનમાં રાખતા કોસ્ટગાર્ડએ કમર કસી લીધી છે.
અને અંદમાન નિકોબાર થી લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના માછીમારોને 22-26 મે વચ્ચે સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. સાથે જ આ દરમિયાન કોમર્શિયલ જહાજ અને શિપ્સ ને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જાણકારી અનુસાર 22 મેથી ઉત્તરી અંદમાન નિકોબારની નજીક સમુદ્રમાં લો પ્રેશર બનવાનું શરૂ થશે.જે 24 મે સુધી ઓડિશાની નજીક સમુદ્રમાં તીવ્ર વાવાઝોડાનું સ્વરૃપ લઈ શકે છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કિનારે ટકરાવવાની સંભાવના છે.
હવામાન વિભાગે એલર્ટ કર્યા બાદ કોસ્ટગાર્ડ ના જહાજ,એરકાફ્ટ અને હેલિકોપ્ટર બંગાળની ખાડીમાં ઉતરી ગયા છે અને સમુદ્ર થી લઈને આકાશ સુધી માછીમારોને 22 મે પહેલા કિનારા સુધી પહોંચવાની જાહેરાત કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે કોસ્ટગાર્ડ હજુ પણ નોસેના અરબ સાગરમાં તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવેલા બાર્જ 305 ગુમ ફુ મેમ્બર ને શોધવામાં લાગેલ છે. આ બાર્જ પર સવારે 261 કર્મચારીઓમાંથી 186 ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને આ ઉપરાંત 49 કર્મચારીઓની લાશ મળી આવી છે.
પરંતુ હજુ 26 કર્મચારીઓનો કોઇ અતોપતો નથી. આ ઉપરાંત કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર ને મુંબઇ નજીક તણાઈ ગયેલા ગલ કસ્ટ્રેક્ટર બાર્જ ના 137 કુ નંબર અને સુરક્ષિત બચાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment