મહામારી માં દેશમાં બીજા સેકટરની જેમ બેન્કિંગ સેક્ટરની કામગીરી પર પણ ભારે અસર પડી છે. દેશના વિવિધ રાજ્યોમાં લોકડાઉન ના બેંકોમાં પણ કામગીરી પ્રભાવિત થઈ છે.જોકે લોકોની સુવિધા માટે બેંકો 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રખાય છે.
મહામારી મા સંક્રમણના વધતા જતા કેસ ને જોતા બેંકોના સંગઠન ઇન્ડિયન બેંક એસોસિએશનને સવારે 10 થી 2 વાગ્યા સુધી બેંકોમાં કામગીરી કરવાની સલાહ આપી છે અને દેશ ના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ આ નિયમ લાગુ પણ કરી દીધો છે.
એસબીઆઇ ની તમામ બ્રાંચમાં 10 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી કામગીરી થશે. ગ્રાહકોને મુખ્ય ચાર સુવિધાઓ આપવામાં આવશે જેમાં કેસ ડિપોઝિટ કે કેસ વિડ્રોઅલ ચેક ની સુવિધા, આરટીજીએસ અને એનઇએફટી સરકારી ચલણ સાથે જોડાયેલા કામોનો સમાવેશ થાય છે.
બેન્ક એસોસિયેશને સલાહ આપી છે કે, નવો નિયમ 31 મે સુધી અમલમાં રહેશે. રિઝર્વ બેન્કે પણ ગ્રાહકોને નેટ બેન્કિંગ અને મોબાઇલ બેન્કિંગ થકી શક્ય હોય તેટલી કામગીરી કરવાની સલાહ આપી છે.
બેંક કર્મચારીઓની સુરક્ષાને લઈને ગયા મહિને એસોસિયન રાજ્ય સ્તરની બેન્કિંગ કમિટીઓને સલાહ આપી છે કે, રાજ્યોમાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે બેંક નું સંચાલન કરવામાં ફેરફાર કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment