વડોદરામાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના કપુરાઈમાં રહેતા રાહુલ જોશીનો આખો પરિવાર ગુમ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર 20 તારીખના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ આખો પરિવાર ગુમ થયો છે. એક અઠવાડિયું થઈ ગયું છતાં પણ પરિવારના તમામ લોકોના ફોન સ્વીચ ઓફ આવે છે.
તેમના વતન ભાવનગરમાં પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સમગ્ર ઘટના બન્યા બાદ રાહુલ જોશીના ભાઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. રાહુલ જોશીનો ભાઈ ડભોઇમાં રહે છે. સમગ્ર ઘટનાઓને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ પરિવારના છેલ્લા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
જેમાં 20 તારીખના રોજ 2.05 કલાકે પરિવારના તમામ સભ્યો લીફ્ટ માંથી નીચે ઉતરતા દેખાઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પતિ-પત્ની અને તેની સાથે તેમનો દીકરો અને દીકરી જતા દેખાઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો રાહુલ જોશી એક શિક્ષક છે.
20 તારીખના રોજ અચાનક જ તેમનો આખો પરિવાર રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. તેમનો પરિવાર ક્યાં હશે અને તેમના પરિવાર સાથે શું થયું હશે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં તો પોલીસે કોલ ડિટેલ્સના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઇકોનમાં રાહુલ જોશી નામના વ્યક્તિ પોતાની પત્ની નીતાબેન, દીકરો પાર્થ અને દીકરી પરી સાથે રહેતા હતા. તેઓ મૂળ ભાવનગરના દુધાળા ગામના વતની છે. રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યુશન કરાવતા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાહુલ જોશીના ફ્લેટ સામે 29 લાખ રૂપિયાની લોન લેવાઈ હતી. આ લોન કપુરાઈ પાસે હોટલ ધરાવતા નિરવભાઈના નામે લેવામાં આવી હતી. જેના બંને જણા 50 50% હપ્તા ભરતા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment