ઉમરગામમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીંની એક કંપનીમાં કામ કરતી એક મહિલા કામદારની સાડી નો એક છેડો મશીનમાં અચાનક વીંટળાઈ જતા મહિલા મશીનની અંદર કચડાઈ ગઈ હતી. આ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ઉમરગામ જીઆઇડીસીની પાઇપ બનાવતી એસ્ટનાઈટ ટ્યૂબ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સુશીલાબેન કમલેશભાઈ ઘોડી નામની 45 વર્ષીય એક મહિલા અહીં કામ કરે છે. સુશીલાબેન મંગળવારના રોજ સવારે કંપનીમાં ઝાડુ લગાવી રહ્યા હતા. આ દરમિયાન સુશીલાબેનની સાડીનો એક જ છેડો મશીનમાં અચાનક વીંટળાઈ ગયો હતો.
જેના કારણે સુશીલાબેન મશીન તરફ ખેચાવવા લાગ્યા હતા અને જ્યોત જોતામાં તો સુશીલાબેન મશીનની અંદર કચડાઈ ગયા હતા. આ કારણોસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ મહિલાના પરિવારના લોકો પણ કંપની ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ઉમરગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. સુશીલાબેન ના પરિવારજનોનું કેવું છે કે કંપનીમાં સલામતીના અભાવના કારણે સુશીલાબેનનું મૃત્યુ થયું છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચેલા કંપનીના માલિકના ચહેરા પર કામદારનું મૃત્યુ થયાનું સેહજ પણ દુઃખ જણાતું ન હતું. સુશીલાબેનના મૃત્યુના કારણે તેમના પરિવારમાં માતમ ખોવાઈ ગયો છે. વાપી, સરીગામ અને ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં છાસવારે આવી અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment