પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે રોડના કિનારે ઊભેલી વૃદ્ધ મહિલાને અડફેટેમાં લીધી, મહિલાનું કરુણ મૃત્યુ – જુઓ અકસ્માતના CCTV ફૂટેજ

મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર ચાલકે રોડના કિનારે ઉભેલી એક વૃદ્ધ મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધ મહિલા 20 ફૂટ દૂર જઈને પડી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ત્યાં મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાના એક દિવસ બાદ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં બની છે. શુક્રવારના રોજ જાંજગીર-ચંપા જિલ્લાના ચંદ્રપુર વિસ્તારના ગોવિંદપુરની એક વૃદ્ધ મહિલા માલદીહા ગામના મેડિકલ સ્ટોર પર આવ્યા હતા.

મેડિકલ માંથી દવા લઈને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાયગઢથી ડાભરા રોડના કિનારે વૃદ્ધ મહિલા ઉભા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે મહિલાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા લગભગ 20 ફૂટ દૂર જઈને પડી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેઓ ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તે પહેલા તો મહિલાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે રસ્તો સાવ ખાલી હતો. આ દરમિયાન કારચાલક મહિલાને ટક્કર લગાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બની ત્યારે લગભગ કારની અંદર બે થી ત્રણ લોકો સવાર હતા. હાલમાં કારચાલક વિશે કોઈપણ માહિતી મળી નથી. પોલીસ અજાણ્યા કારચાલકની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*