રાજ્યમાં ઝીકા વાયરસ ના કેસ વધી રહ્યા છે. ડોક્ટરઓએ ઝીકા વાયરસ અંગે ચેતવણી પણ આપી છે.આરોગ્ય વિભાગ સતર્ક છે અને નિષ્ણાતોના મતે આ વાયરસના ચેપનો મૃત્યુદર કોરોનાવાયરસ કરતા વધારે છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં આ વાઇરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરમાં અત્યાર સુધીમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 79 થઈ ગઈ છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વાયરસ એક મચ્છર જન્ય બીમારી છે. જે એડીઝ નામના મચ્છરથી ફેલાય છે.મચ્છરની આ પ્રજાતિ ડેન્ગ્યુ અને ચીકનગુનિયા નું પણ કારણ બની શકે છે.
જોકે આ વાયરસ નો શિકાર બની ચૂકેલા લોકોમાં ખાસ કોઇ લક્ષણો જોવા મળતા નથી.આ લક્ષણો ડેન્ગ્યૂમાં પણ જોવા મળે છે. સારવાર મોદી મળે તો દર્દી માટે આ વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે.
હાલના સમયમાં ઝીંકા વાઇરસની એન્ટિવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી.તેથી ઝીંકા વાયરસ થી બચવા નો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment