મહારાષ્ટ્રમાં શિક્ષણ વિભાગે નવમા અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર આગળ ના વર્ષમાં ચઢાવી દેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય ધોરણ 10 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે અને આ પરીક્ષા નું ટાઈમ ટેબલ બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને.
આગામી બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે એમ રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.નવમા ધોરણના વિદ્યાર્થીઓને શાળા આ વખતે ઓનલાઇન થઇ હતી પરંતુ અનેક ઠેકાણે યુનિટ ટેસ્ટ તેમજ સેમેસ્ટરની પરીક્ષા થઈ ન હતી.
આથી આ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એવો પડકાર શિક્ષણ વિભાગ સમક્ષ હતો. એક બાજુ કોરોના નો પ્રકોપ વધતાં પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.
અને આથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લંબાવવાની અથવા રદ કરવા બાબતે માંગણી વાલીઓ કરી રહ્યા છે. માત્ર નક્કી કરાયેલા સમયપત્રક અનુસાર પરીક્ષા લેવા બાબતે શિક્ષણ વિભાગ મક્કમ હતા.
પેલેથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ ની પરીક્ષા રદ કરીને સીધા આગળ ના વર્ગમાં પ્રવેશ આપવાનો નિર્ણય જાહેર કરાયો હતો અને એ જ રીતે નવમાં અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા વર્ષે નવમાં અગિયારમા ધોરણના વિદ્યાર્થી નું રીઝલ્ટ મુલ્યાંકન આધારે જાહેર કર્યો હતો. કેટલીક શાળાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા તેના આ નિર્ણય નો ફટકો પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment