મુખ્યમંત્રી વિજય રૂપાણી ચિંતામાં થયો વધારો, કોરોના ને લઈને આવ્યા ખરાબ સમાચાર

Published on: 2:06 pm, Thu, 8 April 21

કોરોના ને લઈને ગાંધીનગરથી ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણી અંગત સ્ટાફને લઈને ચિંતા ના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણી અંગત સ્ટાફના વ્યક્તિમાં કોરોના પોઝિટિવ આવ્યો છે.

મુખ્યમંત્રી રૂપાણી ના અંગત સ્ટાફના વ્યક્તિ ઓમકાર સિંહ વાઘેલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના લીધે ખળભલાત ઉભો થઇ ગયો છે.

આ સિવાય મહેસુલ સચિવ પંકજકુમાર ના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વધુ એક ચિંતા ના સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

જ્યારે છેલ્લા 24 કલાક ના કેસની વાત કરવામાં આવે તો 3280 કેસ નોંધાયા છે જ્યારે 2167 દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન સાજા થયા છે.

તેની સાથે અત્યાર સુધી માં 3,02,932 કોરોનાથી સારવાર થવા નો આંકડો પહોંચ્યો છે. ત્યારે આ દરમિયાન 17 લોકોનું કોરોના ની સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

ગુજરાત માં સૌથી વધારે સુરતમાં કોરોના નું સંક્રમણ વધતા રાજ્યની રૂપાણી સરકારે ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક ગઈકાલે બેઠક બોલાવી હતી. આ બેઠકોમાં અધિકારીઓ પાસે કોરોના ની કામગીરી અંગે માહિતી પણ મેળવી હતી.

તેઓએ સુરતમાં કોરોના અંગેની કામગીરી ઝડપી કરવા નિર્દેશ કર્યો હતો.2500 રેમડેસવિર ઇન્જેક્શન નો જથ્થો સુરત મોકલવામાં આવશે.નર્સિંગ હોમ માં કોરોના સારવાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!