ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હશે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રાજકોટના નામચીન ડોનનું કરુણ મોત થયું છે. મૃત્યુના સમાચાર ચારેય બાજુ વાયુ અંગે ફેલાઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર હાલમાં એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં રાજકોટના નામચીન ડોન એવા કુકી ભરવાડ નું મોત થયું છે. કુકી ભરવાડ પોતાના વતન રાણપુર તાલુકાના ગઢીયા ગામથી માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
મળતી માહિતી અનુસાર કુકી ભડવારની કાર ચુડા નજીક થાંભલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુકી ભરવાડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો આ કારણોસર તેનું કરુણ મૃત્યુ હતું. કુકી ભરવાડના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર કુકી ભરવાડ ગઢીયા ગામનો પૂર્વ સરપંચ હતો. કુકી ભરવાર રાજકોટમાં શ્રી રાધિકા નામની શફારી મંડળી પણ ચલાવી રહ્યો હતો. તેનું આખું નામ રાજુભાઈ શેલાભાઈ શિયાળીયા હતું. પરંતુ લોકો તેને કૂકી ભરવાડના નામે ઓળખતા હતા. રાજકોટ શહેરની અંદર તે એક નામચીન વ્યક્તિ હતો. માત્ર 32 વર્ષની ઉંમરે કુકી ભરવાડનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
અચાનક અકસ્માત કેવી રીતે બન્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. જ્યારે ઘણા સમય પહેલા કુકી ભરવાડે એક પીએસઆઇ પર સોડાની બોટલ વડે પ્રહાર કર્યા હતા ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો અને ત્યારબાદ તે ખૂબ જ નામચીન બન્યો હતો.
મળતી માહિતી અનુસાર તે માતાજીના દર્શન કરીને રાત્રે રાજકોટ રિટર્ન આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સૌપ્રથમ બોટાદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment