ગઈકાલે મોરબીમાં સાંજે બનેલી દુર્ઘટના એ ગુજરાત સહિત સમગ્ર દેશની જનતાને હમચાવી દીધી છે. અચાનક જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા 400 જેટલા લોકો પાણીમાં ખાબકીયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 190 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા લોકોએ પોતાના માતા પિતા તો અથવા તો કોઈકે પતિ પત્ની અને બાળકો ગુમાવ્યા છે.
ત્યારે મોરબીમાં બનેલી દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ પામેલા પરિવાર વિશે આજે આપણે વાત કરવાના છીએ. મોરબીનો 5 સભ્યોનો પરિવાર જુલતા પુલ પર ફરવા માટે ગયો હતો. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનામાં પરિવારના 4 સભ્યોના એક સાથે મૃત્યુ થયા છે. જ્યારે પરિવારનો એક સભ્ય જ માત્ર જીવતો રહ્યો છે.
પતિની નજર સામે તેની પત્ની અને ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા. પતિની હાલત જોઈને આખું ગામ શોકમગ્ન થઈ ગયું છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના એક સાથે કરુણ મૃત્યુ થયા હતા. એક સાથે ગામમાં 4-4 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મળતી માહિતી અનુસાર મોરબીના રૂપેશભાઈ પોતાના પરિવાર સાથે ઝુલતા પુલ પર ગયા હતા.
ત્યારે અચાનક પુલ તૂટી પડતા એક સાથે 400 થી પણ વધુ લોકો નદીમાં ખાબકીયા હતા. આ ઘટનામાં રૂપેશભાઈ તેમના પત્ની હંસાબેન, 8 વર્ષનો દીકરો તૃષાર, 5 વર્ષનો દીકરો શ્યામ અને 2 વર્ષની દીકરી માયા પાણીમાં ખાબકીયા હતા. રૂપેશભાઈ ને તરતા આવડતું હોવાના કારણે તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. પરંતુ તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકોને બચાવી શક્યા ન હતા.
આ ઘટનામાં રૂપેશભાઈની નજરની સામે જ તેમની પત્ની અને તેમના બાળકો પાણીમાં ડૂબી ગયા હતા. એક સાથે ગામમાંથી એક જ પરિવારના ચાર સભ્યોની અર્થી ઉઠી હતી. હજુ પણ મૃત્યુનો આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. આ ઘટના બન્યા બાદ અલગ અલગ સંસ્થાઓ દ્વારા સેવાના કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે.
કેટલીક સંસ્થાઓએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ટિફિન સુવિધા શરૂ કરી દીધી છે અથવા તો કેટલીક સંસ્થાએ પોલીસો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે. આ સમગ્ર ઘટના બની આબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ મૃત્યુ પામેલા લોકોને પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment