સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સવારના સમયે એક સાત વર્ષની બાળકી ગુમ થાય છે તેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને મોડી રાતે બાળકીનું મૃતદેહ મળી આવે છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. બિલ્ડિંગમાં રહેતા પડોશીના ઘરમાંથી સાત વર્ષની માસુમ બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌપ્રથમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ ઘરના માલિકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે. પોલીસે ગુનો નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોક પાસેની તિરૂપતિ સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં એક ઘરમાંથી માસુમ બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. બંધ ઘરની અંદર બાળકીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. તેઓ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થયા બાદ ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સાત વર્ષની માસુમ બાળકી સવારથી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ બાળકી ગુમ થઈ છે તેવી ફરિયાદ ચોક બજાર પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસે પણ આ સમગ્ર ઘટનાને લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે તે જ દિવસે રાતે માસુમ બાળકીનું મૃતદેહ તેની જ બિલ્ડીંગ માંથી મળી આવ્યું હતું. બાળકીનું મૃતદેહ તેના જ પડોશીના ઘરમાંથી મળ્યું હતું. ગળુ દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌપ્રથમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવ્યો હશે અને ત્યારબાદ તેનો જીવ લઈ લેવામાં આવ્યો હશે. આ વાતને લઈને કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ આવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાળકીનું ફોરેન્સિક ટેસ્ટ થયા બાદ જાણવા મળશે કે તેને અવાજ નો શિકાર બનાવવામાં આવ્યો છે કે નહીં. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment