ઝડપી સ્કોર્પીયો કારે બાઈકને લગાવી જોરદાર ટક્કર, બાઈક સવાર યુવકનું ઘટના સ્થળે રિબાઇ રિબાઈને મોત… જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 5:04 pm, Thu, 8 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં એક બાઈક અને સ્કોર્પીયો કાર વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. બાઈક ચલાવનાર યુવક લગભગ 10 ફૂટ દૂર અને પાછળ બેઠેલો યુવક 30 ફૂટ દૂર જઈને પડ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અકસ્માતની ઘટના બિહારના જમુઈમાંથી સામે આવી છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, બે યુવકો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા છે, ત્યારે સામેથી ઘાસનો જથ્થો ભરીને એક છકડો રીક્ષા આવી રહી છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ છકડો રીક્ષાના કારણે બાઇક સવારને સામેથી આવતી સ્કોર્પીયો કાર નહીં દેખાણી હોય જેના કારણે બંને વચ્ચે જોરદાર ટક્કર થાય છે.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવારે બંને યુવક હવામાં ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ લોકોએ કારચાલકની રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાલ 24 વર્ષેના અજીત કુમાર નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની બહેન ના લગ્ન હતા તે માટે તે શાકભાજી ખરીદવા માટે પોતાના મિત્ર સાથે બજાર જઈ રહ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું નામ છોટુ ઠાકોર હતું અને હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અજીત કુમારનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આજે મૃત્યુ પામેલા અજીત કુમારની પિતરાઈ બહેનના લગ્ન હતા. બહેનના લગ્ન પહેલા જ પિતરાય ભાઈનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો